જામનગરઃ વકીલની હત્યાના વિરોધમાં વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા
Live TV
-
જો કે હોસ્પિટલ દ્વારા કિરીટભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જેના પગલે શહેરના વકીલ મંડળમાં રોષ વ્યાપી ગયો છે.
જામનગર શહેરમાં જાણીતા વકીલ કિરીટ જોશીને શહેરના મધ્યમાં આવેલા ટાઉનહોલ સામે જ્યોત ટાવર પાસે બે બાઈક સવારોએ ઉપરા છાપરી છરીના ૧૨ ઘા ઝીંકી તેમના પર ઘાતકી હુમલો કર્યો હતો. આ ઘટના બાદ તેમને તુરંત શહેરની ગુરુ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જો કે હોસ્પિટલ દ્વારા કિરીટભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જેના પગલે શહેરના વકીલ મંડળમાં રોષ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ પોલીસ વિભાગને થતાં એસપી પ્રદીપ સેજુલ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, શહેરના જાણીતા વકીલની હત્યાના પગલે શહેર વકીલ મંડળ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
વકીલોએ આજે કોર્ટ કાર્યવાહીથી અળગા રહી પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. તેઓ એકત્રિત થઈ રેલી સ્વરૂપે જઈ હત્યારાને ઝડપી પકડવા પોલીસ વડાને આવેદન પણ આપશે.
