Skip to main content
Settings Settings for Dark

ગરમીથી લોકો થયા ત્રસ્ત, ગરમીનો પારો 43ડિગ્રી સુધી પહોંચશે તેવી શક્યતા

Live TV

X
  • રાજસ્થાનમાં પ્રવર્તતી હિટવેવથી ગુજરાતમાં ગરમ પવનોનું જોર યથાવત રહ્યું હતું.

    રાજસ્થાનમાં પ્રવર્તતી હિટવેવથી ગુજરાતમાં ગરમ પવનોનું જોર યથાવત રહ્યું હતું. જેના કારણે રવિવારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ગરમીનો જોરદાર પ્રભાવ રહ્યો હતો.

    અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સોમવારથી પાંચ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નાગરિકોને ગરમી સામે તકેદારી લેવા માટે આ પ્રમાણે સૂચિત કરવામાં આવે છે.

    આ પાંચ દિવસ ગરમીનું તાપમાન 42થી 43 ડિગ્રી વચ્ચે રહેશે, તેવી આગાહી કરવામાં આવી છે. એલર્ટને સમજીએ તો 41થી 43 ડિગ્રીમાં યલો એલર્ટ, 43થી 44 ડિગ્રીમાં ઓરેન્જ એલર્ટ અને 45થી વધુ ગરમીમાં રેડ એલર્ટ આપવામાં આવે છે.

    આ પાંચ દિવસ દરમિયાન 43 ડિગ્રી ગરમી રહેવાનું અનુમાન છે. ગઈકાલે અન્ય શહેરોમાં, ગરમીનું પ્રમાણ જોઈએ તો ડીસા 41.8 ડીગ્રી, ગાંધીનગર 42.5, વલ્લભ વિદ્યાનગર 41.4 ડિગ્રી, રાજકોટ 42.4, સુરેન્દ્રનગર 42.8, કંડલા પોર્ટ 42.9 ડિગ્રી રહ્યું હતું. લોકોને ગરમીથી બચવા બપોરે શક્ય હોય તો બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. નાગરિકોએ ગરમીમાં શક્ય તેટલું પ્રવાહી લેવું જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply