જામનગરના ખીજડીયા ગામને બેસ્ટ ટુરીઝમ વિલેજ 2023નો એવોર્ડ
Live TV
-
કેન્દ્ર દ્વારા દેશના પસંદ કરાયેલા 850 ગામોમાંથી 35 ગામોને આ દરજ્જો અપાયો છે.
જામનગર જીલ્લાના ખીજડીયા ગામને બેસ્ટ ટુરીઝમ વિલેજ 2023નો એવોર્ડ મેળયો છે. કેન્દ્ર દ્વારા દેશના પસંદ કરાયેલા 850 ગામોમાંથી 35 ગામોને આ દરજ્જો અપાયો છે જે અંતર્ગત ખીજડીયાની બેસ્ટ ટુરીઝમ વિલેજ માટે પસંદગી કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, બર્ડ સેન્ચુરી અને રામસર સાઇટનો દરજ્જો ધરાવતા ખીજડીયા ગામે દર વર્ષે બે લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. કેન્દ્રના પ્રવાસન વિભાગ દ્વારા ખીજડીયામાં પ્રવાસીઓની વિગતો, ભૌગોલિક સ્થિતિ, રહેણાંક માર્ગે જોડાણો સહિતની વિગતો ફોટા વિગેરે માહિતી મંગાવાઈ હતી. તમામ વિગતોના આધારે ખીજડીયાની શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે પસંદગી કરાતા જામનગરનું નામ રોશન થયું છે. આ એવોર્ડ મળવા બદલ સાંસદ પુનમબેન માડમે ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા છે.