પૂર્વ કચ્છની મીઠી રોહરની દરિયાઈ ખાડી વિસ્તારમાંથી 80 કિલો કોકેઈન પકડાયું
Live TV
-
આંતરરાષ્ટ્રિય બજારમાં કોકેઈનની કિંમત 800 કરોડ રૂપિયા જેટલી થાય છે.
લાંબા સમયથી ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાંથી 1-2 પેકેટ ચરસના મળી આવ્યાનાં નાના સમાચાર વચ્ચે પૂર્વ કચ્છની પોલીસે ગુરુવારે બપોરે મીઠી રોહરની દરિયાઈ ખાડી વિસ્તારમાંથી 800 કરોડનું કોકેઈન પકડી પાડ્યું હતું.
પૂર્વ કચ્છના એસ.પી સાગર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ માદક પદાર્થની ડિલિવરી થવાની ટિપ્સ વચ્ચે ગુરુવારે બપોરે લોકલ પોલીસે મીઠી રોહર વિસ્તારની ખાડીમાંથી બિનવારસુ હાલતમાં પડેલા કોકેઈન જથ્થાને કબ્જે કર્યો હતો. આંતરરાષ્ટ્રિય બજારમાં જેની કિંમત 800 કરોડ રૂપિયા જેટલી થાય છે તેવો આ 80 કિલોનો માલ કેવી રીતે આવ્યો તેની પોલીસ તપાસ કરી રહી છે.
જે.આર.મોથાલિયા, આઈ.પી.એસ (આઈજીપી બોર્ડર રેન્જ) જણાવ્યું કે, ગુજરાત પોલીસની ડ્રગ્સ સામેની કાર્યવાહી હમેંશા જારી રહી છે અને તે અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસે ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. પૂર્વ કચ્છ એસ.પી સાગર બાગમાર અને તેમની ટીમે ડ્રગ્સ સામે પ્રશંસનીય કાર્યવાહી કરી છે તેમજ ડ્રગ્સ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.