દ્વારકા જિલ્લાના ઓખામાંથી પોલીસ દ્વારા એક શંકાસ્પદ બોટ ઝડપાઈ
Live TV
-
પોલીસે વધુ તપાસ કરતાં બોટના મુસાફર પાસેથી 10 ગ્રામ હેરોઇન મળી આવ્યું.
દ્વારકા જિલ્લા પોલીસે ગત રાત્રિના ઓખાના સિગ્નેચર બ્રિજ નીચેથી એક શંકાસ્પદ બોટ ઝડપી પાડી હતી. આ બોટમાંથી 3 ઈરાની અને 2 ભારતીય સહિત કુલ 5 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે વધુ તપાસ કરતાં બોટના મુસાફર મુસ્તફા ઈરાન પાસેથી 10 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. જેની અંદાજિત કિમત આશરે 5 લાખ જેટલી થાય છે. સાથે આ બોટમાંથી સેટેલાઈટ ફોન, GPS સહિત લાખોની ઈરાની ચલણી નોટો પણ જપ્ત કરવામાં આવી છે. આ મામલે આગળની તપાસ SOGને સોંપવામાં આવી છે.
આ ગુના સાથે સંકળાયેલ 2 ભારતીય તમિલનાડુના અશોક કુમાર અને આનંદ કુમાર તેમજ 3 ઈરાની મુસ્તફા, જાશેમ અમીર અને હુશેન સહિત કુલ 5 આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઇ છે.