નવસારીમાં રોટરી ક્લબ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફૂલ અને પૂજાપાનું ખાતર બનાવ્યું
Live TV
-
5000થી વધુ ખેડૂતોને આ ખાતરની વહેચણી કરવામાં આવી છે.
ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશ પૂજા માટે વપરાતા ફૂલ અને પૂજાપાનું વિસર્જન નદીમાં કરી દેવામાં આવે છે અને જેથી નદીઓ પ્રદૂષિત થાય છે. ત્યારે નવસારીમાં રોટરી ક્લબ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવા ફૂલ અને પૂજાપાને નદીમાં ફેકી દેવા કરતાં તેનું ખાતર બનાવાનો પ્રોજેક્ટ હાથ ધરેલ હતો.
જેમાં પૂજાપાનું વર્ગીકરણ કરીને બેક્ટેરિયા ઉમેરીને અંદાજિત 30 ટન જેટલું ઓર્ગનીક ખાતર બનાવી તેની થેલી પેક કરીને ખેડૂતોને વિતરણ કરવામાં આવે છે. 6 વર્ષથી ચાલતા આ પ્રોજેક્ટ દ્વારા 5000થી વધુ ખેડૂતોને આ ખાતરની વહેચણી કરવામાં આવી છે.