જામનગરમાં વસ્તી ગણતરીનો પ્રારંભ: 1 જૂનથી કર્મચારીઓ લેશે રૂબરૂ મુલાકાત
Live TV
-
જામનગરમાં વસ્તી ગણતરીનો પ્રારંભ: 1 જૂનથી કર્મચારીઓ લેશે રૂબરૂ મુલાકાત
રાજ્ય સરકારના સત્તાવાર આદેશ અનુસાર જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 17 મેથી વસ્તી ગણતરી કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ડિજિટલ ઇન્ડિયાના અભિગમ હેઠળ આ વખતે પ્રથમ તબક્કામાં નાગરિકો માટે ઓનલાઈન ‘સ્વ-વસતી ગણતરી’ (Self-Enumeration) ની વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત લોકો ઘરે બેઠા જ પોતાની માહિતી પોર્ટલ પર અપડેટ કરી શકશે.
ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ કરી ઓનલાઈન ગણતરી
જામનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આ સુવિધાનો લાભ લઈ પોતાની ઓનલાઈન વસ્તી ગણતરીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ તકે તેમણે જામનગરના તમામ નગરજનોને આ રાષ્ટ્રીય મહત્વના કાર્યમાં ઉત્સાહભેર ભાગ લેવા વિનંતી કરી હતી.
ધારાસભ્યની અપીલ:
"વસ્તી ગણતરી એ દેશના ભવિષ્યના આયોજન માટેનો પાયો છે. જામનગરના તમામ નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે આ રાષ્ટ્રીય કામગીરીમાં વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપે અને પોતાની સાચી તેમજ સચોટ માહિતી જ નોંધાવે."
1 જૂનથી શરૂ થશે બીજો તબક્કો: 1000થી વધુ કર્મચારીઓ મેદાને
ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આગામી 1 જૂનથી 30 જૂન દરમિયાન વસ્તી ગણતરીનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત:
ડોર-ટુ-ડોર સર્વે: જામનગર મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત કરાયેલા 1000કરશે. પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે નાગરિકો દ્વારા આપવામાં આવતી તમામ વિગતો સંપૂર્ણપણે ગુપ્ત અને સુરક્ષિત રાખવામાં આવશે.
વિકાસકાર્યો માટે વસ્તી ગણતરી કેમ જરૂરી?
મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વસ્તી ગણતરીના આધારે જ આગામી સમયમાં જામનગર શહેર માટે વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ, આરોગ્ય સંબંધી સેવાઓ, શિક્ષણ, પાકા મકાનો અને માળખાકીય વિકાસકાર્યોનું ચોક્કસ આયોજન કરવામાં આવશે. તંત્ર દ્વારા નાગરિકોને કોઈપણ આશંકા રાખ્યા વગર આ મહાઅભિયાનને સફળ બનાવવા આહ્વાન કરવામાં આવ્યું છે.
