જામનગરમાં વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી કરાઈ
Live TV
-
જામનગરની કલાક્ષેત્ર નૃત્ય વિદ્યાલય દ્વારા પણ આ દિવસની ઉજવણી કરાઈ હતી.
રવિવારે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ હતો. આ નૃત્ય દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી અને તેની સાથે સાથે જામનગરની કલાક્ષેત્ર નૃત્ય વિદ્યાલય દ્વારા પણ આ દિવસની ઉજવણી કરાઈ હતી.
વિદ્યાલય દ્વારા નટરાજ મંદિર હોલમાં સંલગ્ન કલાકારો એકઠા થયા હતા અને તેઓએ નૃત્યની વિવિધ રચનાઓ પ્રસ્તુત કરી ઉજવણી કરી હતી. સંસ્થાના સંચાલિકા અને નૃત્ય ક્ષેત્રે રાજ્ય સરકારના ગૌરવ પુરસ્કાર વિજેતા ડોક્ટર સ્વાતીબહેન મહેતા દ્વારા નૃત્યના વિવિધ પ્રકારો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બહેનો દ્વારા નૃત્યની વિશેષ પ્રસ્તુતી કરવામાં આવી હતી. જામનગરના નૃત્યકારોએ ભગવાન નટરાજના સાનિધ્યમાં વિશ્વ નૃત્ય દિવસની અનોખી ઉજવણી કરી હતી. અમદાવાદમાં પણ વિશ્વ ડાન્સ દિવસની પૂર્વ સંધ્યાએ ઝનકાર ગ્રૂપ દ્વારા રસાનુભૂતિ કાર્યક્રમની વાર્ષિક ઉજવણીના ભાગરૂપે કથ્થક નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
