જામનગરમાં સમીક્ષા બેઠક યોજાઇ
Live TV
-
ઊર્જા મંત્રી સૌરભ પટેલની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક
ચાલુ વર્ષે ઉનાળાની પરિસ્થિતિને લઈને જામનગરમાં પીવાના પાણીની પરિસ્થિતિ તેમજ સિંચાઈનું પાણી, ચોમાસુ મોડુ આવે તો પશુઓના ધાસચારા સહિતની વ્યવસ્થા અંગેની સમીક્ષા કરવા જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જામનગર જિલ્લા પ્રભારી સૌરભ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લામાં છ તાલુકાના 431 ગામ આવેલા છે. જિલ્લામાં સસોઈ, ઉંડ, આજી - 3, પન્ના, રણજીત સાગર ડેમ અને નર્મદા પાઈપલાઈનથી પાણી મેળવવામાં આવી રહ્યું છે. જામનગર ગ્રામ્યમાં કુલ જરૂરિયાત 62 MLD છે. હાલ 48 MLD પાણી મેળવવામાં આવે છે. બાકીનું પાણી સ્થાનિક સોર્સથી મેળવાય છે. જામનગર શહેરમાં 118 MLD પાણીની જરૂરિયાત સામે નર્મદા પાઈપલાઈનમાંથી 32.50 MLD તથા સ્થાનિક ડેમમાંથી 83 MLD મળી કુલ 115.50 MLD પીવાનું પાણી પૂરૂં પાડવામાં આવે છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી મ્યુનિસિપલ કમિશનર તથા તમામ સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.