જામનગરમાં સાંસદ ખેલમહોત્સવ- 2024નો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો
Live TV
-
આ કાર્યક્રમમાં બોલીવુડના પ્રખ્યાત એક્ટ્રેસ દિશા પટણી ઉપસ્થિત રહ્યા હતા
જામનગરમાં સાંસદ પૂનમબેન માડમના નેતૃત્વ હેઠળ યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવ 2024 નો ગઈકાલે રાત્રે ભવ્ય અને મેગા સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. તેમાં બોલીવુડની એક્ટ્રેસ દિશા પટણી તેમજ સરકારના કેબિનેટ મંત્રી મુળુ બેરા સહિતના અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં યુવા હૈયાઓ તેમજ રમતવીરો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જામનગર શહેરની મધ્યમમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગઇકાલે રાત્રે ભવ્ય સમાપન સમારોહમાં 150 થી વધુ કલાકારોએ એક સાથે સ્ટેજ પર પર્ફોર્મન્સ આપ્યું હતું.
જામનગર શહેર જિલ્લામાં એક મહિનાથી વધુ સમયગાળા માટે યોજાયેલા આ સાંસદ ખેલમહોત્સવમાં જામનગરના ઇતિહાસમાં ટેનિસ ક્રિકેટમાં સૌથી વધુ 384 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. જ્યારે કબડ્ડી, એથલેટીક્સ, ખો-ખો, વોલીબોલ જેવી ઓલમ્પિક રમતોની સાથે- સાથે પરંપરાગત રમતો જેવી કે, રસ્સાખેંચ/ નારગોલ, કોથળા દોડ, લીંબુ ચમચી દોડ, સંગીત ખુરશી જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાંસદ ખેલમહોત્સવની સ્પર્ધાઓમાં ગ્રામ્યકક્ષા, શાળાકક્ષા, તાલુકાકક્ષા, ઝોનકક્ષા તેમજ લોકસભા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ ખેલમહોત્સવની તાલુકાકક્ષા અને ઝોનકક્ષાની સ્પર્ધામાં 75,000 થી વધુ વિવિધ વયજૂથમાં સમાવિષ્ટ નાગરિકોએ ભાગ લીધો હતો.
જામનગર શહેરની મધ્યમમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બોલીવુડના પ્રખ્યાત એક્ટ્રેસ દિશા પટણી ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત કેબિનેટ મંત્રી મુળુ બેરા, ભાજપ ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય મેઘજી ચાવડા તેમજ મનપાના મેયર વિનોદ ખીમસુરીયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર તેમજ શહેર જિલ્લા ભાજપ પ્રમુખ તથા નગરસેવકો અને ભાજપના બંને જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ ખેલમહોત્સવનો પૂર્ણાહુતિ સમારોહમાં અને નામી અને અનામી કલાકારો હાજર રહ્યા હતા તેમજ નાગરિકો અને સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જ્યારે રંગારંગ કાર્યક્રમના ભવ્ય સમાપન સમારોહના અંતે ગઈકાલે રાત્રે ક્રિકેટ સહિતની અનેક રમતોના ફાઇનલ મેચ યોજવામાં આવ્યા હતા અને તેમાં વિજેતા થયેલા તમામ ખેલાડીઓને સાંસદ પુનમ માડમ સહિતના મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ, એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે સાંસદ ખેલ મહોત્સવ 2024 નું રંગેચંગે સમાપન કરવામાં આવ્યું હતું.
