Skip to main content
Settings Settings for Dark

લેખક તેમજ વરિષ્ઠ પત્રકાર કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગના ચેરપર્સન તરીકે નિમણુક કરવામાં આવી

Live TV

X
  • જાણીતા લેખક તેમજ વરિષ્ઠ પત્રકાર કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગના ચેરપર્સન તરીકે નિમણુક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિમણુંક કરવામાં આવી છે.. અનુસુચિત જાતિ આયોગ બંધારણ ભાગ 16, આર્ટીકલ 338 અન્વયે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સાથે સંલગ્ન એવી ભારત સરકાર દ્વારા ગઠન કરવામાં આવતી બંધારણીય સંસ્થા છે. 

     જે રાષ્ટ્રપતિના નિર્દેશ અનુસાર, અનુસુચિત જાતિના બંધારણીય અધિકારોની સુરક્ષા, સલામતી તથા સામાજિક, શૈક્ષણિક, આર્થિક તેમજ સંસ્કૃતિક ઉત્થાન સંબધિત બાબતોની દેખરેખ તેમજ તે સંબધિત ફરીયાદોની કાનૂની તપાસ કરે છે. આ ઉપરાંત દર વર્ષે આ સંસ્થા અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન તેમજ તેમની સલામતી માટે લીધેલા પગલાંની કામગીરીનો અહેવાલ તૈયાર કરી રાષ્ટ્રપતિ સમક્ષ રજુ કરે છે.

    NCSC એ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ (NCSC) માં એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ અને ત્રણ વધારાના સભ્યો હોય છે. રાષ્ટ્રપતિ તેમની સહી અને સીલ કરીને નિમણૂંક કરે છે. રાષ્ટ્રપતિ તેમની સેવાની શરતો અને કાર્યકાળ પણ નક્કી કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply