જામનગર એરપોર્ટ પર 108ની સેવા સ્ટેન્ડ ટૂ રહેશે
Live TV
-
૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો સંસદસભ્ય પુનમબેન માડમના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો.
જામનગર એરપોર્ટ પર ફ્લાઈટ વખતે સ્ટેન્ડ ટૂ રહેશે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો સંસદસભ્ય પુનમબેન માડમના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
જામનગર એરપોર્ટ પર જ્યારે મુંબઈ થી જામનગર ફ્લાઈટ આવે ત્યારે ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને ઘણા સમયથી પેન્ડીંગ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની માંગણી આખરે પરીપૂર્ણ થઇ છે. હવેથી ઇન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ આવશે ત્યારે એરપોર્ટ પર ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ તૈનાત રખાશે. જેનું સંસદ પુનમબેન માડમના હસ્તે સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિન્ડોચા અને એરપોર્ટ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઘણી વખત ફ્લાઈટ આવે ત્યારે ઈમરજન્સી સેવાની આવશ્યકતા જણાઈ છે અને હવે જ્યારે ૧૦૮ સ્ટેન્ડ ટુ રહેશે. ત્યારે ઈમરજન્સી સેવામાં ખુબ જ ઉપયોગી નીકળશે.
