વલસાડમાં એપ્રેન્ટીશીપ ભરતી મેળો યોજાયો
Live TV
-
રાજ્યના વન અને આદિજાતિ વિકાસના રાજ્યમંત્રીએ ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડયું.
શ્રમ અને રોજગાર વિભાગ દ્રારા એપરેનટીસ રોજગાર ભરતી મેળો વલસાડ જિલ્લાની પારડી ઔધોગિક તાલીમ સંસ્થામાં યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના વન અને આદિજાતિ વિકાસના રાજ્ય મંત્રી ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.
વલસાડના પારડી ખાતે આયોજિત તાલીમાર્થીઓને એપ્રેન્ટીશીપ ભરતી મેળામાં 1300 જેટલા ભલામણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ભરતી મેળામાં જિલ્લાની વિવિધ 18 જેટલી કંપનીઓ હાજર રહી હતી. જેમાં વિવિધ વિભાગોમાં તાલીમાર્થીઓને રોજગારી પૂરું પાડી હતી. વલસાડ જિલ્લાની આઇટીઆઈના કારણે યુવક યુવતીઓને રોજગારીની સીધી તક મળી રહી છે. મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ ભરતી મેળા યોજના અંતગર્ત તાલીમાર્થીઓની ભરતી માટે 2500 જેટલા યુવક-યુવતીઓ આવ્યાં હતાં. હાજર રહેલા મંત્રી દ્રારા સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ યોજના અંતર્ગત યુવા-યુવતીઓને માહિતી પુરી પાડી હતી. તેમજ સરકાર દ્રારા કેવી કેવી યોજનાઓ વિધાર્થીઓ માટે મૂકી છે અને એનો લાભ કઈ રીતે લઈ શકાય એની પણ જાણકારી આપી હતી. તેમજ જે બાકી રહેલા ઉમેદવારો ને પણ જાણકારી આપી હતી કે હજુ પણ સરકાર દ્રારા વધુ રોજગારીની તકો ઉભી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સાંસદ કે.સી.પટેલ પણ જણાવ્યું હતું કે આવા રોજગારી મેળાઓના કારણે યુવાનોને ફાયદો થઇ રહ્યો છે. સરકારની યોજનાના માધ્યમથી યુવાનોને રોજગારીની સીધી તક મળી રહી છે.
આ સમગ્ર ભરતી મેળામાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જિલ્લાના સાંસદ, તમામ ધારાસભ્યો, કલેકટર તેમજ જિલ્લાના વહીવટી અધિકારો અને તાલીમ સંસ્થાના અધિકારીઓ હાજર રહ્યા હતા.