નવસારી જીલ્લામાં પાણીની સમસ્યાઓને પહોચી વળવા આગોતરા આયોજન કરાયા
Live TV
-
કોઇપણ પીવાના પાણીનો પ્રશ્ન હોય તો પાણી પુરવઠા અધિકારીને સ્થળ પર જઇ નિકાલ કરે તે પ્રકારની સુચનાઓ આપી દેવામાં આવી.
નવસારી જિલ્લો વિકાસની પ્રક્રિયામાં આગળ વધે તે હેતુસર વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષમાં રૂા.૩૭ કરોડનું સુચારૂ આયોજન કરી, મંજુરી આપવામાં આવી હોવાનું નવસારી કલેકટર કચેરી ખાતે પ્રભારીમંત્રી અને વન મંત્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.નવસારી કલેકટર કચેરી ખાતે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં પ્રભારીમંત્રીએ જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે રાજય સરકારે વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહીને આગોતરું આયોજન કર્યું છે. એક પણ ગામ પાણી વિનાનું ન રહે તે માટે તંત્રએ તૈયારી રાખી છે. નવસારી જિલ્લામાં ૧૧૦ નવી યોજનાઓ શરૂ કરવાનું પણ આયોજન થયું છે. જિલ્લામાં ૧૮ હજાર જેટલા હેન્ડપંપ છે. સાડાચાર હજાર હેન્ડપંપ માર્ચમાં રીપેર કરાયા છે. રીપેરીંગ માટે આઠ ટીમો બનાવી છે. કોઇપણ પીવાના પાણીનો પ્રશ્ન હોય તો પાણી પુરવઠા અધિકારીને સ્થળ પર જઇ નિકાલ કરે તે પ્રકારની સુચનાઓ આપી દેવામાં આવી છે.
ન્યુ ગુજરાત પેર્ટનની બેઠકમાં વર્ષ ૨૦૧૮-૧૯ માટે રૂા. ૨૭.૪૧ કરોડના ૯૨૬ કામોના આયોજનને મંજુરી આપવામાં આવી હતી. જેમાં ન્યુ ગુજરાત પેર્ટન ૯૬ ટકા વિવેકાધિનમાં રૂા.૨૬.૨૬ કરોડના ૮૬પ કામો અને ૪ ટકા વિવેકાધિન હેઠળ રૂા.૯પ.૪૪ લાખના ૬૧ કામોને મંજુરી આપવામાં આવી હોવાનું નવસારી જિલ્લા પ્રભારીમંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું. જેમાં પીવાનું પાણી, રસ્તાઓ, સિંચાઇ, શિક્ષણ, આરોગ્ય, ખેતી લક્ષી, આંગણવાડી સહિતના વિવિધ પ્રજાલક્ષી કામોનો સમાવેશ થાય છે.. પત્રકાર પરિષદમાં નવસારી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના પત્રકારો સાથે નવસારી કલેકટર ર્ડા.એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી આર.જી.ગોહિલ, નિવાસી અધિક કલેકટર કે.એસ.વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.