Skip to main content
Settings Settings for Dark

જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓને રૂપિયા 22,000 કરોડની ગ્રાન્ટ કેબિનેટ દ્વારા મંજૂર

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કાલે ત્રણ જાહેર ક્ષેત્રની અન્ડરટેકિંગ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (PSU OMCs)ને રૂ. 22,000 કરોડની એક વખતની ગ્રાન્ટ આપવા માટે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ ગ્રાન્ટ ત્રણ જાહેર ક્ષેત્રની અન્ડરટેકિંગ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ; ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) વચ્ચે વહેંચવામાં આવશે.

    આ મંજૂરી PSU OMCsને આત્મનિર્ભર ભારત અભિયાન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા ચાલુ રાખવામાં મદદ કરશે, ઘરેલું એલપીજી સપ્લાયની બાધ્યતા સુનિશ્ચિત કરશે અને મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોની પ્રાપ્તિને પણ સમર્થન આપશે.

    IOCL, BPCL, HPCL જેવી જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ગ્રાહકોને સ્થાનિક LPG સિલિન્ડરો નિયમનિત ભાવે પૂરા પાડવામાં આવે છે.

    જૂન 2020થી જૂન 2022 ના સમયગાળા દરમિયાન, એલપીજીના આંતરરાષ્ટ્રીય ભાવમાં લગભગ 300%નો વધારો થયો છે. જો કે, આંતરરાષ્ટ્રીય એલપીજીના ભાવમાં થતી વધઘટથી ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે, ખર્ચમાં વધારો સંપૂર્ણપણે એલપીજીના ગ્રાહકોને આપવામાં આવ્યો ન હતો. છતાં પણ, આ સમયગાળા દરમિયાન સ્થાનિક એલપીજીના ભાવમાં 72% વધારો થયો છે. જેનાથી OMCsને નોંધપાત્ર નુકસાન થયું છે.

    આ નુકસાન છતાં, એલપીજીએ જીવન નિર્વાહની પ્રાથમિક જરૂરિયાત હોવાથી ત્રણ PSU OMC એ દેશમાં આ આવશ્યક રસોઈ બળતણનો સતત પુરવઠો સુનિશ્ચિત કર્યો છે, એલપીજીમાં નુકસાન માટે અપાયેલી ગ્રાન્ટ ઓઇલ માર્કેટિંગ કંપનીને મદદ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply