Skip to main content
Settings Settings for Dark

​અમિત શાહ આવતીકાલે અન્ય ત્રણ માર્ગો ઉપર ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવશે

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ત્રણ અલગ અલગ માર્ગો પર ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવશે. જેમાંથી એક યાત્રા દક્ષિણ ગુજરાતના ઉનાઇ માતાના મંદિરેથી નીકળશે જે 13 જિલ્લામાં 35 વિઘાનસભામાં આશરે 990 કિ.મી પરિભ્રમણ કરશે. 9 દિવસ બાદ આ યાત્રા ફાગવેલ ભાથીજી મહારાજના આશિર્વાદ લઇ સંપન્ન થશે. બીજી યાત્રા ભગવાન બિરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રા સ્વરૂપે હશે જે ઉનાઇથી શરૂઆત થઇ 14 જિલ્લામાં 31 વિઘાનસભા બેઠકોમાં માં અંબાના આશિર્વાદ સાથે અંબાજી ખાતે સમાપ્ત થશે. ત્રીજી યાત્રા અમદાવાદ જિલ્લાના સંત સવૈયાનાથજીના ધામ ઝાંઝરકાથી સોમનાથ સુધી યોજાશે. જેનું પ્રસ્થાન ગૃહમંત્રી અમિત શાહ કરાવશે. આ ત્રણેય યાત્રામાં કેટલાક કેન્દ્રીય મંત્રીઓ, પ્રદેશ ભાજપના આગેવાનો જોડાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply