Skip to main content
Settings Settings for Dark

36મી નેશનલ ગેમ્સનો સુરતના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇનડોર સ્ટેડિયમ ખાતે સમાપન સમારોહ યોજાયો

Live TV

X
  • રાજ્યમાં સૌપ્રથમ વખત યોજાયેલી 36મી નેશનલ ગેમ્સની આજે પુર્ણાહૂતિ થઈ છે. સુરતના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇનડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં વિવિધ કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. આ વખતે  નેશનલ ગેમ્સમાં 49 મેડલ જીતીને ગુજરાતનું સારું પ્રદર્શન કર્યું છે. ગુજરાતે આ વખતે 13 ગોલ્ડ, 15 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મુખ્યમંત્રીએ સૌપ્રથમ નેશનલ ગેમ્સમાં વિજેતા થયેલા ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો. જેના કારણે ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળ્યું છે. સાથે જ ખેલાડીઓ માટે રમતગમત ક્ષેત્રમાં આગળ વધવા માટે નવી તક ઊભી થઈ છે. તો આ તરફ સર્વિસીઝ સ્પોર્ટ્સ કન્ટ્રોલ બોર્ડે 128 મેડલ મેળવ્યા હતા. જ્યારે મહારાષ્ટ્ર રાજ્યએ 39 ગોલ્ડ, 38 સિલ્વર અને 63 બ્રોન્ઝ મેડલ સહિત સૌથી વધુ 140 મેડલ મેળવ્યા છે. જ્યારે હરિયાણાએ 116 કર્ણાટકે 88 અને તમિલનાડુએ 74 મેડલ પોતાના નામે કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply