જીટીયુએ 13 શાખાના 3310 લેક્ચર્સ ઓનલાઇન અપલોડ કર્યા
Live TV
-
સૌથી વધુ ઓનલાઈન લેક્ચર્સ અપલોડ કરીને જીટીયુએ દેશમાં આગવી સિદ્ધિ મેળવી
જીટીયુ લોકડાઉનના સમયમાં વિદ્યાર્થીઓ અને સમાજ ઉપયોગી નીત-નવા પ્રયોગો અને ડિજિટલ પ્રોગ્રામનુ આયોજન કરીને જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવામાં સતત પ્રયત્નશીલ રહેલ છે. તાજેતરમાં જ રાજ્ય સરકાર તરફથી આગામી
કેટલાક મહિનાઓમાં યુનિવર્સિટીની પરીક્ષા લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના અભ્યાસના પૂર્વ આયોજન સ્વરૂપે જીટીયુએ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં મદદરૂપ થઈ શકે. તે માટે lectures.gtu.ac.in
વેબપોર્ટલ પર જુદી જુદી 13 શાખાના 3310 ઓનલાઇન લેક્ચર અપલોડ કર્યા છે. સમગ્ર દેશની વિવિધ યુનિવર્સિટીમાંથી સૌથી વધુ ઓનલાઈન લેક્ચર્સ અપલોડ કરીને જીટીયુએ ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને ચરીતાર્થ કરીને આગવી સિદ્ધિ
હાંસલ કરી છે.ડિપ્લોમા થી લઈને પી.એચ.ડી સુધીના અભ્યાસક્રમોની વિવિધ શાખાના 673 થી પણ વધુ વિષય તજજ્ઞો દ્વારા ઓનલાઈન લેક્ચર્સ રેકોર્ડ્સ કરાવામાં આવ્યા હતાં. જેમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ અને ફાર્મસી, ડિપ્લોમા એન્જિનિયરિંગ
એન્ડ ફાર્મસી , માસ્ટર ઓફ એન્જિનિયરિંગ અને ફાર્મસી તથા પી.એચ.ડીની વિવિધ શાખાઓના 3310 લેક્ચર્સ અપલોડ કરવામાં આવ્યા છે. બીઈની 23 બ્રાન્ચના 1680, ડિપ્લોમાના 1085 , વિવિધ માસ્ટર કોર્સના 350થી વધુ તેમજ અન્ય
કોર્સના થઈને કુલ 3310 ઓનલાઇન લેક્ચર જીટીયુ દ્વારા અપલોડ કરવામાં આવ્યા છે. આ ઓનલાઇન લેક્ચર હેતુ વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં પરીક્ષાલક્ષી તૈયારી કરી શકે અને લોકડાઉનના કારણે તેમના અભ્યાસમાં જે ક્ષતિ પહોંચી
છે, તેને પરિપૂર્ણ કરવાનો છે. જીટીયુ હંમેશા વિદ્યાર્થીઓના હિતને પ્રાધાન્ય આપે છે. તાજેતરમાં પણ 1.28 લાખ વિદ્યાર્થીઓ દ્વારા જીટીયુ આયોજીત ઓનલાઈન મોક ટેસ્ટને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આગામી દિવસોમાં પણ જીટીયુ
વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તેવા વિવિધ પ્રકારના ઓનલાઇન લેક્ચર અપલોડ કરશે.
