ભાવનગરમાં 7 મહિનાના બાળકે આપી કોરોનાને માત
Live TV
-
અગાઇ 92 વર્ષના વૃદ્ધ અને 18 માસના બાળક પણ સાજા થઈ ઘરે પહોંચ્યા હતા
ભાવનગરમાં કોરોનાગ્રસ્ત 2 દર્દીઓની સારવાર બાદ હોસ્પિટલમાંથી તેઓને રજા અપાઇ હતી, જેમાં એક 7 માસના બાળકનો પણ સમાવેશ થાય છે. આ અગાઉ 92 વર્ષીય વૃદ્ધ કોરોનામાંથી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા.
મુળ ફરીયાદકાના વતની એવા માનવ સાગરભાઈ ધામેચા નામના 7 માસના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ગત 16 મે ના રોજ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ. જ્યાં મેડીકલ ટીમની સઘન સારવાર તેમજ શ્રેષ્ઠ સેવાના પરિણામ સ્વરૂપે માનવે 7 માસની કુમળી વયે પણ સમગ્ર વિશ્વમાં મહામારીનું રૂપ ધારણ કરી ચૂકેલા કોરોના પર વિજય મેળવવામાં સફળતા મેળવી હતી.ત્યારે ફરી એકવાર પોતાની શ્રેષ્ઠ કાર્યદક્ષતા દ્વારા ભાવનગરની આરોગ્ય ટીમે ઇતિહાસ સર્જી સાબિત કરી દીધું છે કે સરકારની સ્વાસ્થ્ય સેવાઓ કોરોના સામે લડવા કેટલી કારગર છે.
