Skip to main content
Settings Settings for Dark

જીટીયુ દ્વારા ઈન્ડિયન નોલેજ સિસ્ટમના વિવિધ કોર્સના 1445 વિદ્યાર્થીઓ માટે સર્ટીફિકેટ એવોર્ડ સેરેમની યોજવામાં આવી

Live TV

X
  • ભારત દેશની કલા , સ્થાપ્ત્ય , સંસ્કૃતિ અને સભ્યતા વિશ્વના દરેક દેશથી વિશેષ રીતે અલગ તરી આવે છે. જેના કારણોસર પ્રાચીનકાળમાં પણ તક્ષશિલા , નાલંદા  અને વલ્લભી વિદ્યાપીઠ જેવી શ્રેષ્ઠત્તમ યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવીને ભારતીય જ્ઞાન પરંપરાથી અવગત થઈને શિક્ષણ મેળવતાં હતાં. કેન્દ્ર સરકારશ્રી દ્વારા પણ વર્ષ-2020માં લાગુ કરવામાં આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ ભારતીય જ્ઞાન પરંપરા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.  રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંપૂર્ણઁ અમલ કરવા અર્થે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) પણ દરેક આયામ પર સુસજ્જ થઈ રહી છે. ત્યારે ભારતીય જ્ઞાન પરંપરાનો પ્રચાર પ્રસાર થાય તે હેતુસર જીટીયુના સેન્ટર ફોર ઈન્ડિયન નોલોજ સિસ્ટમ દ્વારા ચલાવવામાં આવતાં  શોર્ટ ટર્મ કોર્સિસની પ્રથમ અને દ્રિતિય બેચના વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં સર્ટીફિકેટ એવોર્ડ સેરેમની યોજવામાં આવી હતી. આ પ્રસંગે જાણીતા ઓથર અને NCHRCSના ચેરમેન પ્રો. નિરજ અત્રીએ ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે , 'શિખર પર પહોંચેલી દરેક સભ્યતાને કેળવવી જરૂરી હોય છે. આપણી સભ્યતા અને સંસ્કૃતિને બચાવવા માટે એક યોદ્ધા તરીકે કાર્યરત રહવું પડશે. જે આપણી મૂળભૂત ફરજ છે.' જીટીયુના કુલપતિ પ્રો ડૉ. નવીન શેઠે આ પ્રસંગે ઉમેર્યું હતું કે, 'ભારતીય જ્ઞાન પરંપરા સદીઓથી વૈશ્વિક સ્તરે ઉચ્ચત્તમ છે. સંશોધન , અનુસંધાન , વિજ્ઞાન અને ટેક્નોલોજી , મેડિકલ સાયન્સ જેવા દરેક આયામ પર ભારતનું ઉચ્ચપ્રદાન છે. ત્યારે આજની યુવા પેઢી પણ તેનાથી અવગત થાય તે ખૂબ જ જરૂરી છે.'

    જીટીયુ દ્વારા શરૂ કરવામાં આવેલ શોર્ટ ટર્મ કોર્સિસમાં વિદ્યાર્થીઓ ની સંખ્યા જોઈએ તો સ્ટડી ઑફ વેદમા 416 , સ્ટડી ઑફ પુરાણમા 121 ,સ્ટડી ઑફ ઉપનિષદમા 204, કૌટીલ્યનું અર્થશાસ્ત્રમા 173,પ્રાચીન ભારતીય સ્થાપત્યમા 137, પ્રાચીન ભારતીય કળામા 26, પ્રાચીન વિજ્ઞાન અને ટેક્નોલોજીમા 187, પ્રાચીન સંસ્કૃતિ અને વારસોમા 28, પ્રાચીન સામ્રાજ્યમા 25, પ્રાચીન સાહિત્યમા 24, ભરતનાટ્યમમા 31, વૈદિક ગણિતમા 15, હિન્દુ કલ્ચર સ્ટડીઝમા 47 અને ઈન્ડિયન હેરીટેજ એન્ડ કલ્ચરલ ટૂરીઝમમા 11 એમ કુલ મળીને દેશના તમામ રાજ્યોના 1445 વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ એવોર્ડ એનાયત કરાયા હતા. ઉંમરની મર્યાદા ના હોવાને કારણે સૌથી મોટી ઉંમરના વિદ્યાર્થી તરીકે મહારાષ્ટ્ર થાણેના વિદ્યાર્થીની શ્રી વાસંતી કર્ણીકે 82 વર્ષની ઉંમરે સ્ટડી ઑફ વેદાસ પર સફળતાપૂર્વક કોર્સ પૂર્ણ કર્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાનો મત રજૂ કરતાં જણાવ્યું હતું કે , 'બાળપણમાં જે શિખવા નહતું મળ્યું તે અત્યારે શિખી રહ્યા છિએ. આ પ્રકારના કોર્સમાં દરેક યુવાઓએ જોડાઈને આપણી જ્ઞાન પરંપરાને ખરા અર્થમાં જાણવી જોઈએ.' આ પ્રસંગે જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર , જીટીયુ ધરોહર સેન્ટરના સંચાલિકા ડૉ. શ્રૃતિ આણેરાવ , ભિષ્મ સ્કૂલ ઑફ ઈન્ડિક સ્ટડીઝના ફાઉન્ડર પ્રો ક્ષિતિજ પાટુકલે ઉપસ્થિત રહ્યા હતાં. 
        

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply