જીતુભાઈ વાઘાણીએ ગુજરાતના પ્રસિદ્ધ હાસ્યલેખક વિનોદ ભટ્ટને શ્રદ્ધાંજલી પાઠવી
Live TV
-
ગુજરાતના પ્રસિદ્ધ હાસ્યલેખક સ્વ. શ્રી વિનોદભાઈ ભટ્ટને શ્રદ્ધાંજલી આપતાં પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સમાજ જીવનના રોજ-બરોજ અનુભવાતા અનેકવિધ સ્પંદનોને તેમની વિશિષ્ટ નજરે આલેખી ગુજરાતના હાસ્યલેખનના ક્ષેત્રે સ્વ. શ્રી વિનોદભાઈ એક અદ્વિતિય સ્થાન ધરાવતા હતા.
તેઓશ્રીના અવસાનથી ગુજરાત, ગુજરાતી સાહિત્ય અને લાખો વાચકોએ એક ઉમદા વ્યક્તિત્વને ગુમાવ્યા છે, તેનો રંજ છે.
સ્વર્ગસ્થના અવસાનથી તેમના પરિવાર અને ગુજરાતના હાસ્યરસીકોને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. સદ્ગતના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ આપે.
