જીવરાજ પાર્ક સોસાયટીમાં વિકરાળ આગ, રેસ્ક્યુ કરાયેલ માતા-પુત્રનું મોત
Live TV
-
અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી જ્ઞાનદા કો.ઓપ. સોસાયટીમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. અત્યાર સુધીમાં 2 લોકોના રેસ્ક્યુ કરાયા. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રહેણાંક મકાનમાં એસીનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું જેમાં બ્લાસ્ટ થતા વિકરાળ આગ લાગી હતી.
આગ લાગવાના કારણે આસપાસના સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ છે. આગ લાગવાના કારણે જોરદાર અવાજ સાથે 14 થી 15 ધડાકા થયાં હતા. જેના પગલે લોકોમાં ભય ફેલાયો છે. આગ એટલી વિકરાળ બની ગઈ છે કે સોસાયટીના બહારના ભાગે પાર્ક કરેલી ગાડીઓ સુધી પણ આગ પહોંચી ગઈ હતી. તેમજ આગના બનાવમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલીક 108 મારફત સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમિયાન માતા અને પુત્રનુ જીવરાજ હોસ્પિટલમાં મોત થયુ.
ઘટનાની જાણ થતા વેજલપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ હાલ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરી છે.