ઠેર ઠેર ભગવાન રામના જન્મની ઉજવણી,અમદાવાદમાં શોભાયાત્રાનું આયોજન
Live TV
-
આજે ભગવાન રામના જન્મની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ મંદિરોમાં પૂજા, આરતી અને વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા 7 કિમી લાંબી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. પ્રેમ દરવાજા, દરિયાપુર, શાહપુર તેમજ અલગ-અલગ વિસ્તારમાં થઈને કુલ સાત કિલોમીટર વિસ્તારમાં શોભાયાત્રા નીકળશે. અમદાવાદમાં યાત્રાને લઈ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોલીસ ભવનના ત્રિનેત્ર કમાંડ એન્ડ કંટ્રોલ પહોંચ્યા. તેમજ શોભા યાત્રાનું નિરિક્ષણ કર્યુ હતુ.
શોભાયાત્રાનું સરયૂ મંદિર પ્રેમ દરવાજાથી પ્રસ્થાન કરાયા બાદ ડિજેના તાલે વાજતે ગાજતે શોભાયાત્રા નિર્ધારિત રૂટ પર ફરી પરત ફરશે. જેમાં અખાડા, હાથી, ઊંટગાડી, ડીજે, વજન મંડળી અને અલગ-અલગ ટેબ્લો જોડાયા છે. કરતબ બાજોના કરતબોએ લોકોના દિલ જત્યા જ્યારે આકરી ગરમીમાં પણ શ્રદ્ધાળુઓ ડિજેના તાલે ઝૂમી ઉઠ્યા.