જુનાગઢ : કૃષિ -પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે મેંદરડા ખાતે રૂ.99.50 લાખના ખર્ચે નિર્માણ પામેલ પશુ દવાખાનાનો લોકાર્પણ સમારોહ યોજાયો
Live TV
-
પશુપાલન વિભાગ અને ખેતીવાડી વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ન્યુટ્રી સિરિયલ યોજના - મીલેટ વર્ષ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ફેસ્ટિવલ તથા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરમાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ સહભાગી બન્યા હતા .
ખેડૂતોને પશુપાલકોને વધુ સારી સુવિધા મળી રહે એ માટે દસ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનાની યોજના પણ રાજ્ય સરકાર દ્વારા અમલી કરવામાં આવી છે. રાજ્યભરમાં 5300 થી વધુ ગામોમાં 10 ગામો દીઠ 460 મોબાઈલ પશુ દવાખાના કાર્યરત છે.તેમજ ટૂંક સમયમાં નવા 127 એમ્બ્યુલન્સ પશુ દવાખાના શરૂ થશે. જેમાંથી 50 શરૂ થઈ ગયા છે .
રાઘવજી પટેલે આ તકે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં પશુપાલકોના ઉત્કર્ષ માટે અનેક પગલાં લીધા છે. અને ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યા છે ત્યારે એ જ દિશામાં રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
તેમણે વધુંમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખરવા મોવાસા રસીકરણ 3 કરોડ 29 લાખ કૃત્રિમ બીજદાન 5573 કેન્દ્ર થકી કરવામા આવ્યું છે. પશુ સારવાર સંસ્થાના બાંધકામ માટે 143 કરોડથી વધુ રકમ ફાળવવામાં આવી છે.
આ તકે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંપાદિત પુસ્તક પાક સંરક્ષણ વ્યવસ્થાનું કૃષિ મંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ તકે ખેતીવાડી ખાતા હસ્તક રોટાવેટર અને ટ્રેક્ટર સહાયના મંજૂરી હુકમ નું વિતરણ લાભાર્થી ખેડૂતોને કરવામાં આવ્યું હતું.
રાઘવજી પટેલે ખેતીવાડી ,પશુપાલન , પ્રાકૃતિક કૃષિના સ્ટોલની મુલાકાત પણ લીધી હતી .તેમજ રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ પશુઓને કૃત્રિમ બીજદાન નો વ્યાપ વધારવા માટે મૈત્રી કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. જે ૧૪ મૈત્રી વર્કરને કીટ અને પ્રમાણપત્ર પણ મંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવી હતી.