મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ ખાતેથી 'ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0' નો પ્રારંભ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતેથી "ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q 2.0)" નો વિધિવત રીતે શુભારંભ કરાવ્યો હતો. રાજકોટના સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા વિદ્યાર્થીઓ-યુવાનો દેશ-દુનિયાના પ્રવાહોથી સતત અપડેટ રહે, તેમની જિજ્ઞાસા વૃત્તિ કેળવાય અને યુવા શક્તિ જ્ઞાનસભર, માહિતી સભર બને તેવી પ્રધાનમંત્રીની નેમને પાર પાડવા ગુજરાત સરકારે આ ક્વિઝરૂપી અભિનવ પહેલ વર્ષ-2022થી કરી છે.
મુખ્યમંત્રીએ શિક્ષણની મહત્તા સ્પષ્ટ કરતા ઉમેર્યું હતું કે, શિક્ષણ માનવીને કંકરમાંથી શંકર બનાવે છે. જીવનમાં નવું જાણવાની, નવું શીખવાની અને નવું કરવાની રૂચિ અને વૃત્તિ જ મનુષ્યની પ્રગતિ માટેના સબળ પાસાઓ છે, એમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દરેક ક્ષેત્રે નવીનપણે વિચારવાની, નવુ કરવાની પ્રેરણા આપી છે.
મુખ્યમંત્રીએ ગત વર્ષની ક્વિઝની આંકડાકીય માહિતી આપતાં કહયું હતું કે, વર્ષ 2022માં યોજાયેલી જ્ઞાનગુરુ ક્વિઝમાં રાજ્યભરના 23 લાખથી વધુ નાગરિક સામેલ થયા હતા, જેમાંથી 1 લાખ 30 હજારથી વધુ વિજેતાઓને રાજ્ય સરકાર દ્વારા ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રીએ અપેક્ષા વ્યક્ત કરી હતી કે વર્ષ 2023 ની આ જ્ઞાનગુરુ ક્વિઝ પાછલા વર્ષના તમામ રેકોર્ડ તોડશે.