જૂનાગઢઃ અમૃતભાઈ ખેતઓજાર બનાવી આત્મનિર્ભર બન્યા
Live TV
-
જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના પીખોર ગામના વતની અમૃતભાઈ અગ્રાવત પોતાના ગામમાં જ વર્ષોથી ખેત ઓજાર બનાવે છે.
અમૃતભાઈએ બળદની પાછળ બાંધી શકાય તેવા જનક સાતીની શોધ કરી હતી. જેમાં ૧૫ પ્રકારના દાતા, રાંપ, પાટલી અલગ-અલગ અંતરે જોડી જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકાય તે પ્રમાણે તે બનાવ્યું હતું.
આ ઉપરાંત તેમણે ઘણાં ખેતઓજારો બનાવ્યા હતા અને ખેડૂતોને જરૂરિયાત મુજબ બનાવી આપતા હતા. તેમાં પાણી સીંચવાની ગરગડીની પણ અલગ પ્રકારે શોધ કરી હતી. જેમાં દોરડું લોક થઈ જતાં પાણીનું પાત્ર કુવામાં પડી ન જાય તે બદલ તેમને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરાયા હતા.
હાલ તેમના પુત્ર ભરતભાઈ પણ આ કાર્યને આગળ વધારી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇનોવેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અમદાવાદના સહયોગથી કંઈક નવું કરીને ખેતીમાં શોધ સંશોધન કરનારને સપોર્ટ કરાય છે. આ ઉપરાંત ખેડૂતોને તથા કારીગરોને અહીં તાલીમ પણ ફ્રી અપાય છે અને પોતે પગભર બને ત્યાં સુધી સહયોગ અપાય છે તેમજ અનેક લોકોને રોજગારી પણ મળે છે.
