પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સુરતની મુલાકાતે
Live TV
-
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સુરતની એક દિવસની મુલાકાતે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા માઈગ્રન્ટ સેલનું ઉદઘાટન કર્યા પછી તેઓ હજીરા ખાતે આવેલ પ્રતિષ્ઠિત કંપનીના પ્લાન્ટની મુલાકાત લઇ રહ્યા છે.
અગાઉ તેઓએ ભારત સરકાર દ્વારા બે કંપનીને આપવામાં આવેલા વેક્સિનેશન ની પરવાનગી વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું, કે વેકસીન આપણા વૈજ્ઞાનિકો અને દવા બનાવનાર કંપનીઓની ઉપલબ્ધિ છે. દેશના નાગરિકો તેનું સ્વાગત કરી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પહેલને લોકો સ્વીકારી રહ્યા છે.
