Skip to main content
Settings Settings for Dark

ડૉ. જસ્ટિસ વીનિતે આજે ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે શપથ લીધા 

Live TV

X
  • ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધિશ વિક્રમનાથે, ડો. જસ્ટીસ વીનિત કોઠારીને ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે આજે શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને પ્રદીપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

    ડો.જસ્ટિસ વીનિત કોઠારીએ મદ્રાસ હાઇકોર્ટના જજ તરીકે સેવા આપી હતી. તેમની બદલી ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે થતાં આજે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધિશો, સિનિયર એડવોકેટસ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    ન્યાયાધીશ પંકજ મીઠલેએ આજે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. જસ્ટિસ સંજીબ બેનર્જીએ આજે ચેન્નાઈના રાજભવન ખાતે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત સમક્ષ મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. તેમણે મુખ્ય ન્યાયાધીશ અમરેશ્વર પ્રતાપ સાહીનું પદ સંભાળ્યું, જેઓ 31 ડિસેમ્બરે સેવાથી નિવૃત્ત થયા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply