જૂનાગઢઃ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મગફળીનું વાવેતર ઓછું
Live TV
-
જૂનાગઢ જિલ્લો મગફળીના વાવેતર માટે મુખ્ય ગણાય છે. ત્યારે દર વર્ષે વરસાદી સિઝનમાં જૂનાગઢ જિલ્લામાં કુલ 3,33,000 હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. તેમાં આ વર્ષે મગફળીનું વાવેતર 2,30,000 હેક્ટરમાં કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત કપાસનું વાવેતર 70 હજાર હેક્ટરમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખરીફ પાકો પણ લેવામાં આવે છે. જેમાં સોયાબીન, તુવેર ,વગેરે આંતર પાક તરીકે ખેડૂતો લે છે. આ ઉપરાંત શાકભાજી અને ઘાસચારાના પાકો પણ લેવામાં આવે છે.
આમ ગત વર્ષની સરખામણીએ મગફળીનું વાવેતર એવરેજ જોવા મળી રહ્યું છે. હાલ મગફળીમાં જે જગ્યા ઉપર ખાલા પડેલા હોય તે જગ્યા ઉપર ખેડૂતો દ્વારા આ ખાલા પૂરવાની પ્રક્રિયા એટલે કે, દાણા ચોપવાની પ્રક્રિયા ખેડૂતો દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
