Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢમાં જિલ્લા કક્ષાના વાઇબ્રન્ટ સમિટનું આયોજન

Live TV

X
  • જૂનાગઢ હોટેલ ફર્ન લીઓ ખાતે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાય હતી. જૂનાગઢમાં આયોજિત 'ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ'માં જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા માટે જુદા જુદા ક્ષેત્રોમાં કુલ 1209 કરોડ રૂપિયાના મૂડી રોકાણ માટે 218 એમઓયુ (MOUs) કરવામાં આવ્યા છે. આ રોકાણથી આગામી સમયમાં જિલ્લામાં મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે.

    જિલ્લા પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યત્વે એગ્રો, ફૂડ પ્રોસેસિંગ અને ડેરી સેક્ટરમાં 281 કરોડના 102 એમઓયુ થયા છે. 

    આ ઉપરાંત એન્જિનિયરિંગ અને તકનીકી ક્ષેત્રે 144 કરોડના 55 એમઓયુ, મિનરલ અને માઇનિંગ ક્ષેત્રમાં 403 કરોડના 41 એમઓયુ, ટૂરિઝમ ક્ષેત્રે 114 કરોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 175 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સમિટમાં હેલ્થ, હોસ્પિટલ અને શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વના રોકાણોની જાહેરાત કરવામાં આવી છે.

    આ પ્રસંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં સી-ફૂડ, સ્પાઈસીસ અને ફૂડ પ્રોસેસિંગની પ્રોડક્ટ્સ આજે વૈશ્વિક સ્તરે એક્સપોર્ટ થાય છે. ગિરનાર રોપ-વે અને એશિયાટિક સિંહને કારણે પ્રવાસનને મોટો વેગ મળ્યો છે. 

    નેશનલ હાઇવે, વંદે ભારત ટ્રેન અને કેશોદ એરપોર્ટના વિસ્તરણ જેવી સુવિધાઓથી ઉદ્યોગો માટે પાયાની જરૂરિયાતો મજબૂત બની છે. મંત્રીએ ઉમેર્યું હતું કે આ સમિટ 'વોકલ ફોર લોકલ' અને 'લોકલ ટુ ગ્લોબલ'ના અભિગમને ચરિતાર્થ કરે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply