જૂના મકાનોના રીડેવલપમેન્ટ કાર્યવાહી અંગે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂના મકાનોના રીડેવલપમેન્ટ કાર્યવાહી અંગે મહત્વપૂર્ણ સૈધાંતિક નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂના મકાનોના રીડેવલપમેન્ટ કાર્યવાહી અંગે મહત્વપૂર્ણ સૈધાંતિક નિર્ણય કર્યો છે. આ નિર્ણય પ્રમાણે વિકાસ પરવાનગી મેળવ્યાની તારીખથી રપ વર્ષનો ગાળો થયો હોય તેવા મકાનોમાં 75 ટકા ફલેટ-એપાર્ટમેન્ટ ધારકોની સંમતિથી રીડેવલપમેન્ટ કરાશે. વિકાસ પરવાનગી મેળવ્યાની તારીખથી 25 વર્ષનો સમયગાળો પૂરો થયો હોય તેવા કિસ્સામાં ઓછામાં ઓછા 75 ટકા ફલેટ એપાર્ટમેન્ટ ધારકોની સંમતિ મેળવ્યા બાદ કે સંબંધિત ઓથોરિટી દ્વારા જે મકાનો પડી જાય તેવા કે ભયજનક જાહેર કર્યાં હોય તેમજ આવા મકાનોથી આસપાસના રહેવાસીઓ કે અન્ય મિલકતને નુકશાનકર્તા થાય તેમ જાહેર કરેલું હોય તો તેવા કિસ્સામાં રીડેવલપમેન્ટ માટેની કાર્યવાહી થઇ શકશે.