નીતિનભાઈ પટેલ : નર્મદા ડેમની જળસપાટી 121 મીટરે પહોંચતાં પીવાના પાણીનું સંકટ ટળ્યું
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે નર્મદા ડેમી જળસપાટી 121 મીટરે પહોંચતાં પીવાના પાણીનું સંકટ હવે ટળી ગયું છે
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે નર્મદા ડેમી જળસપાટી 121 મીટરે પહોંચતાં પીવાના પાણીનું સંકટ હવે ટળી ગયું છે. સિંચાઈ માટે જરૂર હોય તેમ પાણી આપી શકાશે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના માટે કેન્દ્ર સરકારે વધુ એક હિતકારી નિર્ણય કર્યો છે. સરદાર સરોવર નર્મદા યોજનાના નહેર માળખાના બાંધકામ માટે ત્વરીત લાભ સિંચાઈ યોજના હેઠળ વર્ષ 2018-19 માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 730.90 કરોડની સહાય મંજૂર કરી છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના સરદાર સરોવર નર્મદા યોજનાને અગ્રીમતાના ધોરણે પૂર્ણ કરવા પસંદગી પામેલ દેશની 99 યોજનાઓમાં પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની લોંગ ટર્મ ઈરીગેશન ફંડ યોજનામાંથી રૂપિયા 1484 કરોડની લોંગ ટર્મ ઈરીગેશન ફંડની લોન 6 ટકા ના ઓછા વ્યાજ દરથી મંજૂર કરી છે. જેથી નર્મદા યોજનાની કામગીરીમાં વધુ વેગ આવશે.