ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સરેરાશ દોઢથી સવા બે ઇંચ જેટલો વરસાદ
Live TV
-
રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ દોઢથી સવા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ દોઢથી સવા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સવા બે ઇંચ ઇડર વડાલી અને પોસીનામાં દોઢ ઇંચ જ્યારે બનાસકાંઠાના દાંતામાં સવા બે ઇંચ પાણી વરસ્યું હતું. આ સિવાય અમીર ગઢ વિજય નગર ઉમર ગામ દાંતી વાડા સતલાસણ ભિલોડા અને વડગામ સહિતના સ્થળે સરેરાશ અડધાથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ અંગે હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે. દરમિયાન રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 120.91 મીટર સુધી પહોંચતા રાજ્યમાં જળસંકટ હળવું થયું છે.