Skip to main content
Settings Settings for Dark

ટીમ ઇન્ડિયાની ભવ્ય જીત બાદ ગુજરાતમાં ઉજવણીનો માહોલ

Live TV

X
  • ટીમ ઇન્ડિયાની ભવ્ય જીત બાદ સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી હતી.અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ભારતની જીતને બરદાવી હતી. શહેરના સિંધુભવન, પકવાન ચાર રસ્તા, થલતેજ, એસજી હાઈવે, ચાંદખેડા, રાયપુર દરવાજા, મણિનગર, નરોડા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા ભારતની જીતની ઉજવણી કરવામાં આવી હતી.

    ભરૂચના પાંચબત્તી ખાતે લોકોએ રાષ્ટ્રધ્વજને સાથે રાખીને  ઉજવણી કરી હતી. યુવાનોએ ભારે ઉત્સાહ સાથે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. તો બીજી તરફ તાપીમાં પણ ટીમ ઇન્ડિયાની જીત બાદ યુવાનો દ્વારા ભવ્ય આતશબાજી કરવામાં આવી અને ડીજેના તાલે ઝુમ્યા હતા. યુવાઓએ રસ્તા ઉપર ઉતરી ભારતના તિરંગા સાથે કાર અને બાઈક સાથે રેલી કાઢી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા.

    ભારત વિશ્વ વિજેતા થતા  ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં પણ ક્રિકેટ પ્રેમીઓએ  ભારતના વિજયોત્સવને  વધાવી લીધો હતો.  સાવરકુંડલા ખાતે ધારાસભ્ય મહેશ કસવાળા સહિત લોકોએ  ઢોલ નગારા વગાડીને તેમજ આતશબાજી કરીને આ જીતની  ઉજવણી કરી હતી.  તો ધારાસભ્યએ ટીમ ઇન્ડિયાને શુભેચ્છાઓ અને વધામણી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply