Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 134 તાલુકામાં મેઘમહેર

Live TV

X
  • રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 134 તાલુકામાં મેઘમહેર થઈ છે.  સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી.  છેલ્લા 6 કલાાકમાં સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ વરસતા અનેક વિસ્તારમાં ઘુંટણ સમા પાણી ભરાયા છે.  તો બીજી બારડોલીમાં પણ સાડા ચાર ઈંચ વરસાદ થતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વહેલી સવારથી વલસાડ અને તાપીમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ કચ્છમાં 14.60 ટકા વરસાદ થયો છે. તો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ફક્ત 4.24 ટકા વરસાદ થયો છે.

    સુરતમાં આજે મેઘરાજે ધમાકેદાર બેટિંગ કરી છે. આજે 6 કલાકમાં સૌથી વધુ પલાસાણામાં પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.. જેને પગલે નીચાણવાળા વિસ્તારો પાણી પણ ભરાયા છે.. સુરતના બારડોલીમાં પણ 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે..

    છોટા ઉદેપુરમાં 4-5 દિવસના વિરામ બાદ ફરીથી ફરીથી  ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. છોટા ઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ  વરસાદે વિરામ લીધો હતો. તે દરમિયાન  ખેડૂતોએ વાવણી કરી હતી.  ત્યારે બોડેલીમાં આજે સવરાથી ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા.  , ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ પ્રમાણે વરસાદ પડે તો બિયારણ દબાઈ જતું નથી અને  પાક સારી રીતે ઉગે છે.

    સમગ્ર ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ  થયો છે. સવારથી થઈ રહેલા વરસાદથી આહવા, વઘઈ, સુબીર તેમજ સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો છે અને વાતાવરણ ખુશ્નુમા બની ગયું છે.  તો ગિરિમથક સાપુતારામાં   રવિવારના દિવસે મોટી સંખ્યામાં સહેલાણીઓ જોવા મળ્યા હતા. સહેલાણીઓએ આહલાદક વાતાવરણમાં વરસાદમાં ફરવાનો આનંદ માણ્યો હતો.

    દક્ષિણ ગુજરાતના તાપીમાં સાર્વર્તિક વરસાદ થયો છે.  સાતેય તાલુકામાં મેઘમહેર થતા ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી ગયો હતો.  તાપી જિલ્લાના વ્યારામાં સારા વરસાદની હેલી વચ્ચે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસથી તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, ડોલવણ, કુકરમુન્ડા વાવણીલાયક વરસાદને કારણે ખેડૂતો ખેતીમાં જોડાયા હતા

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply