Skip to main content
Settings Settings for Dark

ટ્રમ્પની મુલાકાતને લઈ સલામતી એજન્સીઓ સતર્ક

Live TV

X
  • મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં દોઢ કિલોમિટરના વિસ્તારમાં 28 પાર્કિગ બનાવાશે

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાબરમતી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમની મુલાકાતને લઈને પોલીસતંત્ર સજજ બન્યું છે. પત્રકારો સાથેની વાતચીતમાં ડીસીપી કન્ટ્રોલ વિજય પટેલે જણાવ્યું હતું કે, આ મુલાકાત દરમ્યાન અમેરિકન પ્રમુખને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યારબાદ રોડ શો મારફતે ગાંધીઆશ્રમની મુલાકાત લેશે. જે દરમ્યાન સાંસ્કૃતિક ઝાંખી દર્શાવવામાં આવશે. મોટેરા સ્ટેડીયમની આસપાસ પાર્કિંગ માટે 28 જગ્યાઓ પસંદ કરવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમમાં અંદાજે 1 લાખ 20 હજાર લોકોની ઉપસ્થિતિમાં બંન્ને નેતાઓ અભિવાદન ઝીલશે. આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન તમામ સિક્યોરિટીની સઘન વ્યવસ્થા સાથે તમામ સિક્રેટ સર્વિસ, આઈ.બી. અલગ અલગ વિભાગમાં ફરજ બજાવશે. સાથે 25 IPS, 65 ACP, 200 PI, 800 PSI તથા 10,000 હજાર પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply