Skip to main content
Settings Settings for Dark

ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદીની અમદાવાદ મુલાકાતને લઇ પોલીસની થ્રિ લેયર સુરક્ષા

Live TV

X
  • મોટેરા સ્ટેડિયમ,ગાંધી આશ્રમ અને રોડ શોના રૂટ પર અમેરિકી સુરક્ષા એન્જસીની રહેશે નજર - રોડ શોના રૂટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા યોજાયું રિહર્સલ - રાજ્યની પોલીસ ખડેપગે

    અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમદાવાદ મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત ગોઠવવામાં આવી છે. અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ આ અંગે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 22 કિલોમીટર લાંબા રોડ શો દરમિયાન ગુજરાત પોલીસની થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે. સિક્રેટ સર્વિસ એજન્સી સાથે સંકલનમાં રહીને ગુજરાત પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં 33 ડીસીપી, 75 એસીપી, 300 પીઆઇ, 1000 પીએસઆઇ, 12000 પોલીસ જવાનો, 2000 મહિલા પોલીસ, 15 કંપની એસઆરપી અને 3 કંપની આરએએફની તહેનાત રહેશે. તમામ રૂટ ઉપર ધાબા પોઇન્ટ પણ ગોઠવવામાં આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન સીબીએસઇની પરીક્ષા હોવાથી તેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ રૂટ ઉપર કુલ ચાર સેન્ટર અને ત્રણ બિલ્ડીંગ આવેલા હોવાથી પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓએ આઇકાર્ડ બતાવ્યા બાદ તેમને જવા દેવામાં આવશે. રોડ શો દરમિયાન વાડજથી સાબરમતી આવતો ટ્રાફિક બંધ કરવામાં આવશે. જોકે દધિચી બ્રિજ ખુલ્લો રહેશે. મોટેરા સ્ટેડિયમમાં કાર્યક્રમ દરમિયાન કોઈપણ વ્યક્તિને કોઈ વસ્તુ અંદર નહીં લઈ જવા દેવામાં આવે. સ્ટેડિયમમાં ઇનવિટેશથી જ પ્રવેશ આપવામાં આવશે. જોકે રોડ શો માટે કોઈ પાસ નથી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply