ટ્રાન્સફોર્મિંગ દાહોદના કાર્યક્રમની શરૂઆત કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની
Live TV
-
દાહોદ શહેરના સ્વામી વિવેકાનંદ સંકુલ ઉપર સવારે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા 2022 સુધીના કાર્યક્રમ અંતર્ગત મોટી યોજનાઓના અમલીકરણ અંગેના સેમિનારનું આયોજન કેન્દ્રીય ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર અને કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીના અધ્યક્ષ સ્થાને અને દાહોદ જિલ્લાના કેન્દ્રીય રાજ્ય મંત્રી જસવંતસિંહ તથા રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
દાહોદમાં આજે સવારે 10 વાગ્યાના સમયે ટ્રાન્સફોર્મમિંગ ઇન્ડિયા 2022ના કાર્યક્રમમાં હાજરી આપવા કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ અને કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની દિલ્હીથી બાય પ્લેન બરોડા અને બરોડથી બાય રોડ દાહોદ આવી પહોંચ્યા છે. દાહોદ સીર્કિટ હાઉઝ ખાતે તેઓનું દાહોદ નગરપાલિકા પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તદુપરાંત સંગઠનની હોદ્દેદાર મહિલાઓએ પણ તેઓનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ સાંસદને મળી તેઓ કલેકટર કચેરીએ આયોજનની બેઠક લેવા માટે પહોંચી ગયા હતા.
ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાના કાર્યક્રમમાં હાજરી આપી, ભારત સરકારના નીતિ આયોગ દ્વારા ચલાવવામાં આવતા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્રાન્સફોર્મિંગ દાહોદ કાર્યક્રમની દીપ પ્રાગટય કરી શરૂઆત કરી હતી. ત્યારબાદ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ટ્રાન્સફોર્મિંગ ઇનિડયાના કાર્યક્રમ અંગે જિલ્લા કલેકટર સાથે 3 કલ્લાક બેઠક થઇ હતી. જેમાં જિલ્લામાં શિક્ષણમાં પ્રશિક્ષણની જરૂર ઉપર ભાર મુક્યો હતો. આરોગ્ય ક્ષેત્રે જિલ્લામાં જુદા જુદા PHC અને CHC ગામડાના લોકો શહેરના મોટા દવાખાને આવતા ખચકાય છે કે મારી બીમારી કોઈને નથી જણાવી અને એટલે દવા કરવતો નથી. જેના માટે ગામડે ગામડે મોબાઈલ ડિસ્પેન્સરી શરુ કરી અને તેને ફેરવવાનું શરુ કરવાનું કહ્યું હતુ તથા શિક્ષણ અને આરોગ્યની સાથે આર્થિક રીતે પણ જિલ્લાના લોકો, ખેડૂતો, વેપારીઓ સમૃદ્ધ કેવી રીતે થાય અને દાહોદ સ્માર્ટ સિટીમાં જ દાહોદના યુવાઓને કઈ રીતે રોજગાર મળે જેથી અહીંનો યુવાન અહીજ રહીને કામ કરી શકે.