ટ્રાફિકના નિયમો તોડ્યા તો ઘરે આવશે ઈ-મૅમૉ, લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી
Live TV
-
રાજ્યભરમાં ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવા કે હેલ્મેટ ન પહેરવા સહિતના ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઇ-મેમોની થશે કાર્યવાહી, પાંચથી વધુ ઇ-મેમોના કિસ્સામાં લાયસન્સ રદ કરવાની કાર્યવાહી થવાનું જણાવતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા
અમદાવાદ સહિત રાજ્યભરમાં આજથી વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઇ મેમોનો પ્રારંભ થઈ રહ્યો છે. તેથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને ઘરે ઇ મેમો આવશે. અમદાવાદ 63 ટ્રાફિક પોઇન્ટ પર 1320 કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે તથા રોજના છ હજાર મેમો જારી થશે. સામાન્ય ચલણની ઉપરાંત છ હજાર ઇ મેમો પણ અપાશે તેને કારણે મોટી સંખ્યામાં લોકો દંડાશે, હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવવા માટે સૌથી ઓછો 100 રૂપિયા તથા ચાલુ વાહને મોબાઇલના ઉપયોગ બદલ રૂપિયા 1000 નો મેમો ઇસ્યૂ થશે. પાંચથી વધુ વખત મેમો ઇસ્યૂ થવાના કિસ્સામાં લાયસન્સ રદ કરવા માટેની કાર્યવાહી હાથ ધરાશે. અગાઉના નવ લાખ મેમોના રૂપિયા 32.57 કરોડની રકમ લોકો પાસેથી વસૂલવાની બાકી છે.