ભ્રષ્ટાચાર નાબૂદ કરવા રાજ્ય સરકાર સખત : પ્રદિપસિંહ જાડેજા
Live TV
-
જળસંગ્રહ માટે ખેતતલાવડી તથા તળાવો ઊંડા કરવાની કામગીરી સિંચાઈ વિભાગ અથવા જી.એસ.એલ.ડી.સી.ને બદલે રાજ્યની પ્રતિષ્ઠિત સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાઓની સાથે રહીને કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય - ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની દિશામાં રાજ્ય સરકારે અનેક પગલાં લીધા હોવાનું જણાવતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના નિર્માણ માટે અનેક પગલાંઓ લીધા છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં એ.સી.બી.નો કન્વીક્શન રેટ ૨૬ ટકા હતો જે વધીને વર્ષ ૨૦૧૮માં ૩૯ ટકા થયો છે એ જ પૂરવાર કરે છે કે, રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા સખત હાથે અને પરિણામલક્ષી કામ કર્યું છે. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની મળેલી બેઠકમાં થયેલા નિર્ણયોની માહિતી આપતાં પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આગામી પહેલી મે થી સમગ્ર રાજ્યમાં જળ બચાવો અભિયાન હાથ ધરવામાં આવશે. જળ સંચય માટે ખેતતલાવડી તથા તળાવો ઊંડા કરવા સિંચાઈ વિભાગ કે જીએલડીસીને બદલે રાજ્યની સ્વૈચ્છીક , ધાર્મિક સંસ્થાઓની સાથે રહીને આ કામગીરી હાથ ધરશે, જે અંગેની રૂપરેખા તૈયાર થઈ રહી છે.