ડાંગઃ મહિલાઓએ મશરૂમની ખેતી કરી મબલખ કમાણી કરી
Live TV
-
ડાંગ જિલ્લાની આત્મનિર્ભર મહિલાઓએ મશરૂમની ખેતી શરૂ કરી છે. અહીંની મહિલાઓ પોતાના ઘરે જ મશરૂમનું સફળ વાવેતર કરી મબલખ આવક મેળવી રહી છે.
ડાંગ જિલ્લો પછાત વિસ્તાર ધરાવે છે. અહીંના લોકો ખેતીવાડી સાથે પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ડાંગ જિલ્લાની મહિલાઆએ કંઈક અલગ કરવાની નેમ સાથે ખેતી શરૂ કરી છે. આ મહિલાઓ આત્મનિર્ભર બની મશરૂમની ખેતી કરી રહી છે. મશરૂમની ખેતી કરી મહિલાઓ સારી આવક મેળવે છે. અહીંની મહિલાઓ પોતાના ઘરેથી જ મશરૂમની ખેતી કરીને વેચાણ કરે છે. જેમાં મશરૂમનાં પ્રતિ કિલોનાં 200થી 250 રૂપિયાનાં ભાવ મળે છે. મશરૂમનું નાના બજારો અને છૂટક બજારમાં વેચાણ કરવામાં આવે છે.
