Skip to main content
Settings Settings for Dark

ડાંગના આહવા ખાતે 'જનજાતિય ગૌરવ દિવસ' રાજ્યકક્ષાની ઉજવણી

Live TV

X
  • ડાંગના આહવા ખાતે રાજ્યકક્ષાનો 'જનજાતિય ગૌરવ દિવસ' ઉજવાયો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ રૂ.102.87 કરોડના 37 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઉપરાંત, 568 જેટલા લાભાર્થીઓને અંદાજિત કુલ રૂ.234 લાખના યોજનાકીય લાભોનું વિતરણ કરાયું. 

    મહાન ધર્મ યોદ્ધા, સમાજસેવક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાને તેમની જન્મજયંતીની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામના આદિવાસી અગ્રીમ યોદ્ધા બિરસા મુંડાના બાળપણ અને તેમની મહાન ગાથાનું વર્ણન કરીને મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાની મહાત્મા બનવા સુધીની યાત્રાની સગૌરવ ઝાંખી આપી હતી. આદિજાતિ વિસ્તાર અને સમુદાયના સર્વાંગી વિકાસ માટે કરેલા કાર્યોના પરિણામે આદિવાસીઓમાં આવેલા સામાજિક શૈક્ષણિક અને આર્થિક પરિવર્તન વિશે વિસ્તૃત વિગતો આપી હતી.

    મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ-2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 10 મુદ્દા આધારિત આ યોજના અંતર્ગત રોડ કનેક્ટિવિટી, ઘર આંગણે શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 

    તેમણે કહ્યું કે, વનબંધુ કલ્યાણ યોજનાથી દિકરીઓનું શિક્ષણ સ્તર સુધર્યું છે અને આદિજાતિ સમુદાયમાં સાક્ષરતાનો દર વધ્યો છે. હવે આદિજાતિ વિસ્તારમાં એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજ સહિતની ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ મળે છે. વલસાડ, દાહોદ, બનાસકાંઠા, ગોધરા સહિત આઠ મેડિકલ કોલેજો આદિજાતિ વિસ્તારોમાં છે. વનબંધુ કલ્યાણ યોજના 2.0 અંતર્ગત રૂપિયા 22 હજાર કરોડથી વધારે રકમની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે.

    મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ કર્યો છે અને આહવાથી આસામ, ઝાલોદથી ઝારખંડ સુધી આદિજાતિ સમુદાય સહિત સૌ જ્ઞાતિ-સમુદાયના લોકોને વિકાસની મુખ્ય પ્રવાહમાં આવવાની તક મળી છે. ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત દેશના 63 હજારથી વધુ આદિવાસી ગામડાના 5 કરોડથી વધુ વનબંધુઓને લાભાન્વિત કરવાનો લક્ષ્ય છે. પ્રથમ વખત આવી કલ્યાણકારી યોજના થકી સો ટકા જનજાતિય સમુદાયને આવરી લેવાનો લક્ષ્યાંક આ ઉન્મત અભિયાનમાં રાખવામાં આવ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply