ડાંગમાં પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમ સમાન 'સાપુતારા મેઘ મલ્હાર પર્વ-2026' નો આજથી પ્રારંભ
Live TV
-
ડાંગમાં પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમ સમાન 'સાપુતારા મેઘ મલ્હાર પર્વ-2026' નો આજથી પ્રારંભ
ડાંગ જિલ્લામાં ચોમાસાની આહલાદક અને મનમોહક ઋતુ વચ્ચે ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે 'સાપુતારા મેઘ મલ્હાર પર્વ-2026' નો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. આજથી શરૂ થઈને આગામી 29 ઓગસ્ટ સુધી ચાલનારા આ લોકપ્રિય મહોત્સવમાં પ્રકૃતિના સૌંદર્ય સાથે ડાંગની સમૃદ્ધ સંસ્કૃતિના દર્શન થશે.
છેલ્લા 18 વર્ષથી પરંપરાગત રીતે યોજાતા આ મહોત્સવમાં પ્રવાસીઓ માટે અનેક આકર્ષણો રાખવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે ડાંગની અનોખી આદિવાસી લોકસંસ્કૃતિ અને પરંપરાગત લોકનૃત્યો, મનમોહક લોકસંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો, હસ્તકલાની વિવિધ કલાકૃતિઓ અને પ્રદર્શની, સ્થાનિક પારંપરિક વ્યંજનોની લિજ્તત, વિવિધ પ્રવાસન પ્રવૃત્તિઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.
સ્થાનિક રોજગારી અને અર્થતંત્રને મળશે વેગ
આ મહોત્સવ હવે માત્ર મનોરંજન પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ તે ડાંગ જિલ્લાના પ્રવાસન ક્ષેત્ર, સ્થાનિક રોજગારી અને અર્થતંત્રને નવી ગતિ અને વેગ પૂરું પાડતું એક મહત્વપૂર્ણ પર્વ બની ગયું છે. ચોમાસાની ઋતુમાં સાપુતારાના કુદરતી સૌંદર્યને માણવા માટે મોટી સંખ્યામાં રાજ્ય અને દેશભરમાંથી પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે.
