ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ
Live TV
-
કાળઝાળ ગરમી બાદ રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વરસાદી વાતાવરણ છવાયું હતું. ઉત્તર ગુજરાત સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો જ્યારે ડાંગ જિલ્લામાં વરસાદી વાતાવરણથી ઠંડક પ્રસરી
વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા ગુજરાતમાં હજુ સાર્વત્રિક વરસાદના વાવડ નથી, પરંતુ ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વઘઇ અને આહવા તાલુકા તથા આજુ-બાજુના વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ અને ભારે બફારા બાદ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આના લીધે ખેડૂતો અને આદિવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મા, ઈડર, વડાલી અને અમીરગઢ પંથકમાં ,વરસાદ પડ્યો છે. હિલ સ્ટેશન આબુમાં પણ વરસાદ પડ્યાના સમાચાર આવ્યા છે. યાત્રાધામ અંબાજીમાં બપોર બાદ એકા-એક ધૂળ ભરી ડમરીઓ ઉડતાં વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયુ હતું.