એસ.ટી બસમાં પાર્સલની અંદર ભ્રષ્ટાચાર, લાખોની ડ્યુટી ચોરીનો કૌભાંડ
Live TV
-
ભાવનગરથી દ્વારકા જઈ રહેલી એસ.ટી બસમાં પાર્સલની અંદર ભ્રષ્ટાચારઆચરવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યુ
ભાવનગરથી દ્વારકા જઈ રહેલી એસ.ટી બસમાં પાર્સલની અંદર ભ્રષ્ટાચારઆચરવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. જામનગર એસ.ટી વિભાગની ટુકડીની ચેકિંગમાં લાખોની ડ્યુટી ચોરીનો કૌભાંડ આચરાયાનું જાણવા મળ્યુ છે. ભાવનગરથી દ્વારકા જઇ રહેલી જીજે-18-2675 નંબરની એસ.ટી. બસમાં પાર્સલોનો જથ્થો રાખવામાં આવ્યો હતો. રાજકોટથી કુલ 460 નંગ પાર્સલ એસ.ટી. બસમાં ચડાવવામાં આવ્યા હતાં. જયારે તે પાર્સલની સાથે માત્ર બસો પાર્સલની સંખ્યા અને 9 હજાર રૂપિયાની પહોંચ ફાડવામાં આવી હતી. એસ.ટી. ડીવીઝન દ્વારા.ચેકીંગ ટુકડીએ.ખંભાળિયાના એસ.ટી.ડેપો પર.ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 200 પાર્સલોના બદલે.460 પાર્સલો નિકળ્યા હતાં. પાર્સલોની ચકાસણી કરતા અંદરથી લાખો રૂપિયાની કિંમતના મોબાઇલ ફોન તથા અન્ય ઉપકરણો નિકળ્યા હતા. જેને પગલે તમામ 460 પાર્સલો સ્થગિત કરી એસ.ટી. ના ઉચ્ચ વિભાગમાં આ અંગેની જાણ કરી દેવાઇ છે. ગુજરાતભરના એસ.ટી. વિભાગમાં પાર્સલોની ડીલેવરીનું કામ મહારાષ્ટ્રની આશાપુરા એજન્સીને અપાયુ છે. એજન્સીના કોઇ સ્ટાફ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવતું હોવાનું. જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.