ડાંગ: ઢોલ-પાવરીના તાલે નાચતા ગાતા કરાઈ ડુંગર માવલીની પૂજા
Live TV
-
ભારત દેશ તેના વિવિધ સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ દેશ છે. ભારતના અલગ અલગ રાજ્યો અને અલગ અલગ પ્રદેશોમાં ઘણા નિત નવી પ્રથાઓ અને સંસ્કૃતિ જોવા મળતી હોય છે. દરેક પ્રદેશની પોતાની અનોખી પરંપરા હોય છે. ત્યારે ગુજરાતના ડાંગ જિલ્લાની પણ તેની પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરા છે. અહીં ડાંગમાં વસતા આદિવાસીઓ પ્રકૃતિ ને જ પોતાના દેવ માનતા હોય છે અને પ્રકૃતિને જ પૂજે છે. ત્યારે ત્યાં વર્ષ દરમિયાન ડુંગર માવલીની પૂજા થતી હોય છે. ડુંગર માવલીની આ પૂજા કરવાનો મુખ્ય હેતુ ધન ધાન્યમાં બરકત રહે, ઢોર- ઢાકર તેમજ ઘરમાં સુખ શાંતિ રહે તે માટે હોય છે. હાલ ડાંગ જિલ્લામાં ઠેર-ઠેર પૂજા થઈ રહી છે. ડાંગના કોટબા ગામમાં ડુંગર માવલીની પૂજા દરમિયાન સાતમા દિવસે ત્યાંના સ્થાનિકો આખા દિવસ દરમિયાન ઢોલ અને પાવરીના તાલે નાચતા ગાતા ડુંગર માવલીના પૂજકો પોતાના તેમજ આજુબાજુના ત્રણ ચાર ગામોમાં ઘરે ઘરે અનાજ અને પૈસાનું દાન લેવા માટે નીકળ્યા હતા.
