ખેડા: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નગરપાલિકા વિકાસ કામોનું કર્યું ઇ-ખાતમુહૂર્ત
Live TV
-
ગુજરાત રાજયમાં કુલ ૨૨ નગરપાલીકાઓમાં સોલાર સીસ્ટમ પ્રોજેક્ટને અમલમાં મુકવાનું નક્કી કરવામાં આવેલું છે. જે પૈકી નડિયાદ નગરપાલિકાનો પણ આમાં સમાવેશ કરવામાં આવેલ છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત, નડિયાદ નગરપાલિકા ખાતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને સ્વયંસંચાલિત બનાવવામાં આવ્યા હતા. સાથે જ નગરપાલિકાનું વીજ ભારણ ઓછું કરવા માટે રૂપિયા ૧૦૫.૯૬ લાખના ખર્ચે તૈયાર થયેલા ૧૮૭ કિલોવોટના સોલાર પ્રોજેક્ટના કામોનું ઇ-ખાતમુહૂર્ત રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રિન્યુએબલ એનર્જીના વિકાસને પ્રોત્સાહન આપી નવી ઊંચાઈ પર લઈ જવા માટે રાજય સરકારે હકારાત્મક પ્રયાસો કરી અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે. જેના પરિણામે ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત રાજ્ય આજે દેશભરમાં અગ્રેસર છે. ખેડા જિલ્લાના સાંસદ દેવુંસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, નડિયાદ ખાતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન, ગોકુળપુરા મંજીપુરા રોડ, નડિયાદ ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૧૬ નગરપાલિકાઓમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્ધારા ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદ નગરપાલિકામાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન, વિજળીના બીલમાં બચત કરી નડિયાદ નગરપાલિકા વર્ષે રૂપિયા ૨૫ લાખની બચત કરી શકશે.
