રાજ્યમાં ઠંડીનો ચમકારો; રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ
Live TV
-
રાજ્યમાં ઠંડીનો ચમકારો. નલિયામાં તાપમાન 3.3 ડિગ્રીએ પહોંચ્યું. રાજ્યમાં હજુ પણ ઠંડી વધવાની સાથે કસોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
રાજસ્થાનનાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં સાયકલોનિક સરક્યુલેશન સર્જાયું હોવાથી આગામી બે દિવસો દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં સરહદી વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદનું હાલનું મહત્તમ તાપમાન 27.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જ્યારે આજે સવારથી અમદાવાદમાં ઠંડા પવનોનું પ્રમાણ વધતાં શહેરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. સાથે જ ગુજરાતના ઠંડા ગણાતા પ્રદેશ નલિયામાં સૌથી વધુ ઠંડી સાથે તાપમાન ગગળીને 3.3 ડિગ્રીએ પહોંચ્યું હતું. ગતરાતે ગુજરાતના અનેક સ્થળોએ ઠંડીનો પારો ગગળ્યો હતો. જેમાં, કેશોદમાં 8.3, ભુજમાં 9.4, રાજકોટમાં 9.7 અને કંડલામાં 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
