રાજ્યમાં કોરોનાના નવા 741 કેસ નોંધાયા, તો અમદાવાદમાં 152 નવા કેસ
Live TV
-
રાજ્ય સરકારના સઘન પ્રયત્નોના પરિણામે કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે નવા 741 કેસ નોંધાયા છે.
બીજી તરફ 922 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 94.41 ટકા થયો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાં કુલ 2,32,722 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 9477 છે, જેમાંથી 62 વેન્ટિલેટર પર છે અને 9415 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં નવા 5 દર્દીઓના મોત થયા છે, અને તેની સાથે કુલ મોતનો આંકડો 4314 થયો છે.
આજે સુરત જિલ્લામાં નવા 142 કેસ, અમદાવાદ જિલ્લામાં નવા 152 કેસ અને વડોદરા જિલ્લામાં નવા 131 કેસ નોંધાયા છે.
