ડાંગ: સાપુતારાથી પરત ફરી રહેલા સુરતના પરિવારની કારને અકસ્માત, 8ને ઈજા
Live TV
-
ડાંગ જિલ્લાના સામગહાન નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.
સાપુતારા ખાતે પ્રવાસ કરીને પરત ફરી રહેલા સુરતના એક પરિવારની ઓવરલોડ કારને સામગહાન નજીક સામેથી આવતા આઇસર ટેમ્પો સાથે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં કારમાં સવાર કુલ 8 લોકોને ઈજાઓ પહોંચી છે, જેમાં 6 પુખ્ત વયના વ્યક્તિઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે.તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સામગહાનની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ હોવાથી વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.ઘટનાને પગલે સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા મદદ કરી તમામ ઈજાગ્રસ્તોને સમયસર હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે પૂર્વવત કરાવી હતી.
